મુંબઇઃ બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન (Hrithik Roshan)ની મુસ્કેલીઓ વધી છે, તેના કેરિયરમાં વધુ એક વિવાદે એન્ટ્રી કરી લીધી છે. આ વખતે તે એક એડના કારણે વિવાદોમાં સપડાયો છે. ખરેખરમાં ઋત્વિક રોશન તાજેતરમાં જ ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ જોમૈટો માટે એક એડ કરી હતી, એડમાં બતાવવામાં આવેલી જાણકારી પર વિવાદ થયો છે, લોકો આનો વિરોધ કરી રહ્યાં છે, આ એડ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ લાગી રહ્યો છે, એડમાં ઋત્વિક રોશને ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરની થાળીનો ઉલ્લેખ કર્યો છે.
એડ પર વિવાદ-
જોમૈટોની આ એડમાં ઋત્વિક રોશન કહે છે કે, મને ભુખ લાગી હતી, તો મે મહાકાલ પાસેથી થાળી મંગાવી લીધી. મહાકાલ મંદિર પર એડ કરવાને લઇને સોશ્યલ મીડિયા પર બબાલ મચી ગઇ છે. જોમૈટોની આ એડમાં ઋત્વિક રોશન બીજા કેટલાય નાના મોટો શહેરોનુ નામ લેતા દેખાઇ રહ્યો છે. એડમાં તે એક ડિલીવરી બૉય પાસે પેકે લે છે, પેકેટ લેતા જ કહે છે કે થાળીનુ મન થયુ ઉજ્જૈનમાં છે તો મહાકાલ પાસે માંગી લીધી.
ઑનલાઇન ફૂડ ડિલિવરી કરનાર ઝોમાટો કંપની માટે રિતિક રોશને જે એડ કરી છે, તેમાં રિતિક એમ કહેતા જોવા મળે છે કે થાળીનું મન કર્યું, તો ઉજ્જૈનનાં મહાકાળથી માંગવી લીધી. એડનો વિડીયો સામે આવ્યા બાદ મહાકાળ મંદિરનાં પૂજારી આ એડનો વિરોધ કરી રહ્યા છે.
પૂજારીઓનો આરોપ છે કે મહાકાળ મંદિરથી આ પ્રકારે કોઈ થાળી આખા દેશમાં તો શું ઉજ્જૈનમાં પણ દિલીવર ન થઈ શકે, માત્ર શ્રદ્ધાળુઓને મંદિરનાં સામેના ક્ષેત્રમાં નિઃશુલ્ક આપવામાંઆ આવે છે. રિતિક રોશનની આ એડથી શ્રદ્ધાળુઓ ભ્રમિત થઈ રહ્યા છે. પૂજારીઓએ રિતિક રોશન અને કંપની પાસે માફી માંગવાની માંગ કરી છે. આ વિવાદ પર કલેકટર આશિષ સિંહે જણાવ્યું કે આ મામલો મારા ધ્યાનમાં આવ્યો અને આ માટે તપાસ કરાવી રહ્યા છીએ. આ વિડીયો લોકોને ભ્રમિત કરે છે.
આ પણ વાંચો..........
જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર
CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...
Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક