નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC લિમિટેડ) એ આસિસ્ટન્ટ ઓફિસર (સેફ્ટી) માટે અરજીઓ આમંત્રિત કરી છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે NTPCમાં નોકરી મેળવવાની સારી તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NTPC careers.ntpc.co.in ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2022 છે.


આ ભરતી (NTPC ભરતી 2022) ડ્રાઇવ દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર (સુરક્ષા) ની પોસ્ટ માટે કુલ 20 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી માટે 10 સીટો, EWS કેટેગરી માટે 01 સીટ, OBC માટે 05 સીટો, SC માટે 03 સીટો અને ST કેટેગરીના ઉમેદવારો માટે 01 સીટ અનામત છે.


કોણ અરજી કરી શકે છે?


માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઉત્પાદનમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવેલી જરૂરી છે. તે સિવાય રિઝનલ લેબર ઇન્સ્ટીટ્યૂટ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટિમાં ફુલ ટાઇમ ડિપ્લોમા કર્યો હોવો જોઇએ. જ્યારે યોગ્ય ઉમેદવારોને સેફ્ટી રેગ્યુલેશન્સમાં કામ કરવાનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ જરૂરી છે. સેફ્ટી ટ્રેનિંગ અને અગ્નિશામકનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. જ્યારે વય મર્યાદાની વાત કરીએ તો યોગ્ય ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ.


કેટલો પગાર મળશે


NTPC લિમિટેડમાં આસિસ્ટન્ટ ઓફિસર (સેફ્ટી)ની નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને રૂ. 30,000 થી રૂ. 1,20,000 સુધીનો પગાર આપવામાં આવશે.


 


એપ્લિકેશન ફી


જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારોએ રૂ.300ની અરજી ફી જમા કરાવવી પડશે જ્યારે SC/ST/XMS કેટેગરી અને મહિલાઓને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.


 


કેવી રીતે અરજી કરવી


સ્ટેપ 1: સૌ પ્રથમ NTPC લિમિટેડ careers.ntpc.co.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.


સ્ટેપ 2 : હોમ પેજ પર જોબ્સ ટેબ પર ક્લિક કરો.


સ્ટેપ 3 : અરજી ફોર્મ ભરો અને ફી જમા કરો.


સ્ટેપ 4 : તમારું ફોર્મ સબમિટ થઇ જશે. ભવિષ્ય માટે કન્ફર્મેશન પેજનો પ્રિન્ટઆઉટ કાઢીને તમારી પાસે રાખો.


 


GUJARAT : ગુજરાતના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત લેવાયો


GUJARAT : કોંગ્રેસનો ગંભીર આરોપ, મતદારયાદીમાં હજારોની સંખ્યામાં ડુપ્લીકેટ નામો અને બોગસ મતદારો


Asia Cup 2022: એશિયા કપ પહેલા પાકિસ્તાનને લાગ્યો મોટો ફટકો, ભારતને ભારે પડનારો આ ખતરનાક ખેલાડી થયો બહાર


Agriculture Loan: ખેડૂતો માટે ખુશખબર ! ઝીરો વ્યાજ પર મળી રહી છે ત્રણ લાખની લોન, વિલંબ કર્યા વગર ઉઠાવો ફાયદો


 


Education Loan Information:

Calculate Education Loan EMI