મીડિયા રિપોર્ટ મુજબ ઋતિક રોશન કલ્ટ ડોટ ફિટ અને અન્ય ત્રણનો બ્રાન્ડ એમ્બેસડર છે. આ ફરિયાદ એક જીમ વપરાશકર્તાએ કરી છે. તેનુ કહેવું છે કે ફિટનેસ સેન્ટરમાં કેપેસિટીથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેથી રજીસ્ટ્રેશન સમયે જે પ્રકારે સમય આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તેમાં સેન્ટર નિષ્ફળ રહ્યું છે. શખ્સે આરોપ લગાવ્યો કે જ્યારે તેને વિરોધ કર્યો તો એપના માધ્યમથી નિર્ધારિત સમય બુક કરવાથી રોકવામાં આવ્યો.
રિપોર્ટ પ્રમાણે સાઇબરાબાદ પોલીસ કમિશ્નરી હેઠળ કેપીએચબી કોલોની પોલીસ મથકમાં બુધવારે અભિનેતા અને કલ્ટ ડોટ ફિટ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના અન્ય ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના પર છેતરપિંડી કર્યા હોવાના આરોપ છે. ફરિયાદીએ કહ્યું કે તેને ગત વર્ષે ડિસેમ્બરમાં 17,490 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ હેલ્થ સેન્ટર તેને વાયદા મુજબ સમય ફાળવવામાં નિષ્ફળ રહ્યું છે.