હૈદરાબાદઃ સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સના કોમેડિયન વેણુ માધવનું માત્ર 39 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. છેલ્લાં થોડા સમયથી વેણુ માધવની તબિયત ખરાબ હતી. સાત સપ્ટેમ્બરના રોજ વેણુ માધવને હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વેણુને કિડની તથા લીવરની બીમારી હતી.

 ડોક્ટરની સલાહ પર 22 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી લીવર ટ્રાન્સ્પ્લાન્ટ બાદ વેણુને રજા આપવામાં આવી હતી. જોકે, તબિયત ખરાબ થતાં ફરી વાર સિકંદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે (25 સપ્ટેમ્બર) બપોરે 12.20 વાગે વેણુએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ તથા આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.


વેણુએ પોતાની કરિયરની શરૂઆત મિમિક્રી આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યારબાદ કોમેડિયન તરીકે ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. વેણુની પહેલી તેલુગુ ફિલ્મ ‘સંપ્રદાયમ’ (1996) હતી. વેણુની અંતિમ ફિલ્મ ‘ડો. પરમનંદૈયા’ છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2016મા થયું હતું પરંતુ હજી સુધી આ ફિલ્મ રિલીઝ થઈ નથી. વેણુએ તેલુગુ દેશમ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.

નવા મોટર વ્હીકલ એક્ટને લઈ કેન્દ્રનું ફરમાન, દસ્તાવેજ ન હોય તો પણ ન આપતા મેમો પણ રાખી આ શરત

શૂટિંગમાંથી આવતી શ્રદ્ધા કપૂરને ઘેરી વળ્યા શેરી કૂતરા, સામે આવી તસવીરો

 મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિ