નવી દિલ્હીઃ મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ રહેલી એશ્વર્યા શ્યોરાણ યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ સમાચારમાં છે. તે મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકી છે. ચાલુ વર્ષે તેણે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં 93મો રેંક હાંસલ કર્યો હતો. જે બાદ અનેક લોકો તેના અંગે સર્ચ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનું સર્ચિંગ શરૂ થઈ ગયું છે અને લોકોએ તેના નામ પર ફેક આઈડી પણ બનાવી દીધા છે.
આ મોડલના નામે 16થી વધારે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની ગયા છે. આટલા બધા એકાઉન્ટને લઈ એશ્વર્યાએ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ, એશ્વર્યા શ્યોરામના 16થી વધારે ફેક એકાઉન્ટ બન્યા બાદ ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી. લાઈવ મિંટના રિપોર્ટ પ્રમાણે અધિકારીએ કહ્યું કે, એશ્વર્યાનું ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ નથી.
પોલીસે કહ્યું, નકલી પ્રોફાઈલને લઈ અમે કલમ 66 અંતર્ગત અજાણ્યા વ્યક્તિની ધરપકડ કરી છે. મોડલના પિતા અજય કુમાર સેનામાં કર્નલ છે અને હાલ તેલંગાણામાં તેમની ડ્યૂટી છે. એશ્વર્યા એક મોડલ છે અને 2016માં મિર ઈન્ડિયાની ફાયનલિસ્ટ રહી ચુકી છે.
એશ્વર્યા ફેમિના મિસ ઈન્ડિયા 2016ની ફાયનલિસ્ટ, કેમ્પસ પ્રિન્સેસ દિલ્હી 2016, ફ્રેશફેસ વિજેતા દિલ્લી 2015 રહી ચુકી છે.
IAS બનેલી મોડલ એશ્વર્યા શ્યોરાણના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને લઈ FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2020 06:52 PM (IST)
મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ રહેલી એશ્વર્યા શ્યોરાણ યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ સમાચારમાં છે. તે મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -