નવી દિલ્હીઃ બુધવારે મુંબઈમાં આઈફા એવોર્ડ્સનો રંગારંગ કાર્યક્રમ થયો. જ્યાં બોલિવૂડના જાણીતા સ્ટારે હાજરી આપી હતી. આ દરમિયાન એવોર્ડ નાઈટમાં સલમાન ખાન પણ હાજર રહ્યો હતો. પરંતુ સલમાનની એન્ટ્રીમાં સાથે પણ કોઈ બીજી વ્યક્તિ હતી. તેની સાથે એક સુંદર છોકરી પણ હતી, જાણો કોણ છે આ છોકરી.

હકીકતમાં સલમાન ખાને આઈફા એવોર્ડ્સમાં એક્ટર મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર સાથે એન્ટ્રી કરી હતી. સલમાન સાથે હોવાના કારણે એવોર્ડ નાઈટમાં સઈ પર સૌ કોઈની નજર અટકી ગઈ હતી અને તેની ખૂબ ચર્ચા પણ થઈ.



સલમાન ખાન દબંગ-3થી મહશે માંજરેકરની દીકરી સઈને લોન્ચ કરી રહ્યો છે. એવોર્ડ ફંક્શનમાં સલમાન બ્લ્યૂ શૂટ, બ્લેક શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. જ્યારે સઈ પણ સિમ્લ લૂકમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી.

ઉલ્લેખનીય છે કે દબંગ-3માં સઈ સાથે સોનાક્ષી સિન્હા, કિચ્ચા સુદીપ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં મહેશ માંજરેકરે પણ કેમિયો રોલ કર્યો છે.