આ મામલે મળતી માહિતી પ્રમાણે માંગરોળ તાલુકાની કીમ ચોકડી પાસે ટ્રક અને ટેકર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક કોઇ કારણોસર ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે ટ્રકમાં બેઠેલા 4 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલ 2 મૃતદેહ કાઢવામાં આવ્યાં છે. ત્યારે 2 મૃતદેહો એવી રીતે ફસાયા છે કે તેમને અકસ્માતનાં કલાકો પછી પણ કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ અકસ્માત સર્જાતા પાછળ વાહનોની લાંબી કતાર થઇ ગઇ હતી. જોકે પાલોદ પોલીસનાં કાફલાની મદદથી આ ટ્રાફિકજામને ધીમે ધીમે ઓછો કરાયો હતો. સ્થાનિકોએ અકસ્માતની જાણ 108ની ટીમને કરતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. તેમણે પોલીસ કાફલાની મદદથી બે મૃતદેહો ટ્રકની અંદરથી બહાર લાવ્યાં હતાં. પરંતુ અન્ય બે ટ્રકમાં ફસાઇ જવાથી મૃતદેહોને કાઢવામાં તકલીફ થતી હતી.
હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
IIFA એવોર્ડઃ રણવીર સિંહ બેસ્ટ એક્ટર, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
દિલ્હી-NCRમાં ટ્રાન્સપોર્ટર્સની હડતાલ, નોકરીએ જતા લોકો અટવાયા; સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
રાજ્યભરમાં 19-22 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
શો રૂમમાંથી નંબર પ્લેટ વગરનું નવું નક્કોર ACTIVA લઈ નીકળવું પડ્યું મોંઘુ, પોલીસે ફટકારી દીધો તોતિંગ દંડ