નવી દિલ્હીઃ આઈફા એવોર્ડની સાંજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના નામે રહી. મુંબઈમાં યોજાયેલ આ ઈવેન્ટમાં વરસાદને કારણે ઓછા સ્ટાર આવ્યા હતા. રણવીર સિંહેને પદ્માવત માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. જ્યારે આલિયા ભટ્ટને ફિલ્મ રાજી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આઈફા એવોડના કેટલાક ઇનસાઈડર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રણવીર હંમેશાની જેમ આ ફંક્શનમાં પોતાના અતરંગી અંદાજમા જોવા મળ્યો હતો. રણવીરે બ્લેક કોટ પેન્ટ પહેર્યું હતું, જ્યારે દીપિકાએ પર્પલ કલરના ફેધર ડ્રેસમાં સુંદર જોવા મળી રહી હતી. એક ફોટામાં રણવીર દીપિકાની પાછળ ચાલી રહ્યો હતો અને એનો ડ્રેસ સંભાળી રહ્યો હતો.


શોમાં જ્યારે બેસ્ટ એક્ટરમાં રણવીરના નામની જાહેરાત થાય છે ત્યારે દીપિકા ભાવુક થઈને રડવા લાગે છે. તો રણવીર સીધો નીચે ઉતરીને સૌથી પહેલા દીપિકાને કિસ કરી લે છે. દીપિકાની આંખોમાં આંસુ સ્પષ્ટ પણ જોઈ શકાય છે. દીપિકાની બાજુમાં આલિયા બેઠી હતી. આલિયાએ પણ રણવીરને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.