નવી દિલ્હીઃઆસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના હેલિકોપ્ટરમાં ઉડાણ ભર્યાના થોડા સમય બાદ ખામી સર્જાતા લીલીબાડી એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. મુખ્યમંત્રી સલામત છે. ગુવાહાટીથી લખીમપુર જઇ રહેલા સોનોવાલના હેલિકોપ્ટરના પાયલટ માટે આસામ અને અરુણાચલપ્રદેશ સરહદ પાસે બાંદરદેવામાં વાદળોમાં થઇને પર્વત વિસ્તાર પાર કરવો મુશ્કેલ થઇ ગયો હતો.
અધિકારીઓએ કહ્યુ કે, પાયલટને ઉંચાઇ વધારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હેલિકોપ્ટરને ત્રણ ચક્કર મારવા પડ્યા હતા. ત્યારબાદ લીલાબાડી એરપોર્ટ પર હેલિકોપ્ટરનું સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું.
મુખ્યમંત્રી પોતાના મીડિયા સલાહકાર ઋષિકેશ ગોસ્વામી અને જિલ્લા પોલીસ અધિક્ષક મોંટૂ ઠાકુરિયા સાથે હેલિકોપ્ટરમાં સવાર હતા.