ઇલિયાના હાલમાં જ શિબાની દાંડેકરના શો લવ, લાફ,લિવમાં પહોંચી હતી. આ શોમાં ઇલિયાનાએ પોતાના જીવન વિશે ખુલીને વાત કરી. ઇલિયાનાએ જણાવ્યું કે તે બાય ચાન્સ એક્ટ્રેસ બની ગઇ. બાકી આ ફિલ્ડમાં તેમનો કોઇ ખાસ પ્લાન નહતો. ઇલિયાનાએ તે પણ જણાવ્યું કે જો તે એક્ટ્રેસ ના હોત તો તે એક સક્સેસફુલ સિંગર બની હતો.
ઇન્ટરવ્યૂમાં એક સવાલના જવાબમાં ઇલિયાનાએ કહ્યું કે, સેક્સને લવ સાથે કોઇ સંબંધ નથી જો કે સેક્સમાં પણ કેટલીક ભાવનાઓ હોવી જરૂરી છે. સાથે જ ઇલિયાનાએ કહ્યું કે, સેક્સ એક વર્કઆઉટ જેવું છે. જેને એન્જૉય કરવું જોઇએ. તેમણે કહ્યું કે જો તમે કોઇને પ્રેમ કરો છો તો સેક્સ કરવું વધુ રસપ્રદ બની જાય છે. કેમ કે સેક્સ એક પ્રક્રિયા નથી તે બે આત્માઓનું મિલન છે.
ઈલિયાના પોાતની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. તે હંમેશા બોલ્ડ ફોટોશૂટ કરાવે છે. હાલમાં જ તે બિકીની ફોટોશૂટ કરીને ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. ઇલિયાનાનું હંમણા જ તેના બૉયફ્રેન્ડ એન્ડ્રયૂ નીબોન સાથે બ્રેકઅપ થયું છે.