સુરતથી અમરેલી જતી લક્ઝરી બસને નડ્યો અકસ્માત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Oct 2019 09:20 AM (IST)
આજે વહેલી સવારે સુરતથી અમરેલી જઈ રહેલી બસને ફેદરા પાસે અકસ્માત નડ્યો હતો. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.
NEXT
PREV
સુરેન્દ્રનગરઃ સુરતથી અમરેલી જતી લક્ઝરી બસને સુરેન્દ્રનગરના ફેદરા પાસે અકસ્માત નડ્યો હતો. આજે વહેલી સવારે 3.30 વાગ્યે ધનાળા પાટીયા પાસે બસ પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ફેદરા ૧૦૮એ ઘટના સ્થળે પહોંચી ઘાયલોની સારવાર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -