બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલનું રિલેશનશિપ સ્ટેટસ શું છે? આ સવાલ આજકાલ બોલિવૂડ કોરિડોરમાં ફરી રહ્યો છે. પાકિસ્તાનના એક્ટર ઇમરાન અબ્બાસના રિલેશનશિપ સ્ટેટસની પણ ચર્ચા છે. આ સવાલ એટલા માટે પૂછાઇ રહ્યો છે કારણ કે ઈમરાન અને અમીષાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લઇને અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.


શું અમીષા પટેલ પાકિસ્તાની એક્ટરના પ્રેમમાં પડી?






ઈમરાન અને અમીષા પટેલના અફેરના અહેવાલો છે. બંને એકબીજાને વર્ષોથી ઓળખે છે. તેઓ સારા મિત્ર હોવાનો દાવો કરે છે. પરંતુ હવે બંનેની નિકટતા કંઈક બીજું જ કહી રહી છે. ઈમરાન અને અમીષાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બંને રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે. અમીષા અને ઈમરાન અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના બોલિવૂડ ગીત પર રોમાન્સ કરી રહ્યાં છે.


આ વિડિયો શેર કરતાં ઈમરાને કેપ્શન લખ્યું- મારી ફ્રેન્ડ અમીષા પટેલ સાથે મારી ફેવરિટ ટિપિકલ બોલિવૂડ ટ્યુન્સ પર ફિલ્મી થઇને મજા આવી. આ ગીત અમીષા પટેલ પર ફિલ્માવવામાં આવ્યું છે.


અમીષાએ લખ્યું- ગયા અઠવાડિયે બહેરીનમાં મારા સુપરસ્ટાર મિત્ર ઈમરાન અબ્બાસ સાથે ખૂબ મજા કરી. બોબી દેઓલ સાથેની મારી ફિલ્મ ક્રાંતિનું આ ગીત ઈમરાન અને મારા પ્રિય ગીતોમાંનું એક છે. અમીષાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ઈમરાને કહ્યું કે તેને આ વીડિયો શૂટ કરવામાં ખૂબ મજા આવી. તે અમીષાને ફરીથી મળવા માટે ઉત્સુક છે.


બંનેની કેમેસ્ટ્રી ચાહકોને પસંદ પડી


અમીષા અને ઈમરાનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે તેમની વચ્ચે અફેર હોવાની અટકળો તેજ થઇ ગઇ છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. એક યુઝરે તેમને સાથે ફિલ્મ કરવા માટે પણ કહ્યું છે.


અમીષા પટેલ ટૂંક સમયમાં સની દેઓલ સાથે ગદર 2માં જોવા મળશે. ફેન્સ ફરી એકવાર અમીષાને સકીનાના રોલમાં જોઈ શકશે. સાથે જ ઇમરાને પાકિસ્તાનના ઘણા શો અને ફિલ્મોમાં કામ કર્યું છે. ઈમરાને વિક્રમ ભટ્ટની ફિલ્મ ક્રિએચર 3Dથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે બિપાશા બાસુ સાથે જોવા મળ્યો હતો.