ટેલિવૂડ:પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીની ભૂમિકા અદા કરતી સુનૈના ફોજદારે જેને નેહા મહેતાને રિપ્લેસ કરી છે. તેમણે તેમના શૂટ એક્સપરિઅન્સ, શોના એક્ટર્સની સાથે બોન્ડિંગ અને દિશા વાકાણીની વાપસી વિશે મીડિયા સાથે વાત કરી હતી.


દિશા વાકણીની વાપસી અને તેમની સાથે કામ કરવા વિશે સુનૈનાએ કહ્યું કે, "હું દયાબેનને ખૂબ જ મિસ કરૂં છું. જો કે હજું સુધી મેં એક પણ સીન તેમની સાથે શૂટ નથી કર્યું. કારણ કે જ્યારથી હું આવી છું તે પહેલાથી તે શોમાં નથી. જો કે હું જેઠાલાલને પણ પૂછતી રહેતી હોઉં છું કે, આખરે તેમની શોમાં ક્યારે વાપસી થશે, મેં અલમોસ્ટ બધા સાથે શૂટિંગ કર્યું છે. જો કે જેની સાથે શૂટિંગ નથી કર્યું તેને મળી છું પરંતુ દિશા વાકાણી હું મળી પણ નથી અને તેમની સાથે શૂટિંગ પણ નથી કર્યું તેથી હું તેમની સાથે કામ કરવા માટે આતૂર છું'.



શૂટિંગ સમયે અન્ય એક્ટર્સ સાથેની બોન્ડિંગ વિશે વાત કરતા કહ્યું કે, શૂટિંગ જોરદાર ચાલી રહ્યું છે. બસ કોરોનાના કારણે અમે સાથે શૂટ નથી કરી શકતા.બધાના શૂટના શિડ્યુઅલ અલગ અલગ અરેન્જ કરવા પડે છે. શોમાં મેં 100 એપિસોડ પૂરા કરી લીધા છે અને મને ખુશી છે કે અંજલીના રૂપમાં મને દર્શકોએ એક્સેપ્ટ કરી લીધી છે. 13 વર્ષથી જેમણે અંજલી બનીને લોકોના દિલ દિમાગમાં જગ્યા બનાવી લીધી હતી, તેને રિપ્લેસ કરીને બધાનું દિલ જીતવું સરળ ન હતું. જો કે મેં મારૂ 100% આપ્યું અને લોકોએ મને અંજલીના રૂપે એક્સેપ્ટ કરી"