મહારાષ્ટ્રમાં ફરી એકવાર વધી રહેલા  કોરોના વાયરસના સંકટની વચ્ચે ઉદ્ધવ સરકારે લોકડાઉનની અંતિમ ચેતાવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ હોટેલ રેસ્ટોરન્ટ તેના પરિસરમાં કોવિડ-19ના દિશા નર્દેશનું ચુસ્તાથી પાલન કરવાનો આદેશ કર્યો છે.  હાલ મહારાષ્ટ્રના કેટલા જિલ્લામાં લોકડાઉન લાદી દેવાયું છે. જો મહારાષ્ટ્રમાં સતત આ જ ગતિથી કેસ વધતા રહ્યાં તો મહારાષ્ટ્ર સરકાર સમગ્ર રાજ્યમાં લોકડાઉન લાદી શકે છે. 


શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હોટેલ, રેસ્ટોરન્ટ સંઘ, શોપિંગ કેન્દ્ર સમૂહના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં સીએમ ઉદ્ધવે કહ્યું હતું કે, " અમને સખત લોકડાઉન લાગૂ કરવા માટે મજબૂર ન કરો, આને અંતિમ ચેતાવણી માનો, બધા જ નિયમોનું પાલન કરો. બધાને એ જાણ હોવી જોઇએ કે, આત્મ અનુશાસન અને પ્રતિબંધો વચ્ચે અંતર છે" તેમણે કહ્યું કે, તેમની સરકરા કોરોનાના વઘતા જતાં કેસ વચ્ચે પણ લોકડાઉનના પક્ષમાં નથી કારણ કે તેનાથી દરેકને આર્થિક નુકસાન સહન કરવું પડશે, લોકડાઉનના કઠોર નિર્ણય માટે સરકારને મજબૂર ન કરો અને આ લડતમાં નિયમોનું ચુસ્તતાથી પાલન કરીને આ લડતમાં સહયોગ આપો.


મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 15,602 કેસ નોંધાયા હતા. હાલ કુલ કેસની સંખ્યા22,97,793ને પાર થઇ ગઇ છે. ઉપરાંત 88 વધુ લોકોના મૃત્યુ થતાં મૃતકોની સંખ્યા 52,811 સુધી પહોંચી છે.હાલ નાગપુર, અકોલા, ઓરંગાબાદમાં લોકડાઉન લાગૂ કરી દેવાયું છે. ઉપરાંત પૂણેમાં નાઇટ કર્ફ્યૂ છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, "લોકડાઉનથી આર્થિક નુકસાન સહન કરવું પડશે. જો દરેક લોકો સહયોગ આપશે તો આ મહામારી સામે આપે સારી રીતે લડત આપી શકીશું"