અભિનેત્રી દીપિકા પાદૂકોણની આ નાની બેગની કિંમત જાણીને ચોંકી જશો!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jun 2019 11:31 AM (IST)
આ વખતે દીપિકા પાદૂકોણ પોતાના લુકને કારણે નહીં પણ એક નાની બેગને કારણે ચર્ચા આવી છે.
મુંબઈ: બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણી વાર પોતાની સ્ટાઈલ, ફેશન અને આઉટફીટને લઈને ચર્ચામાં રહેતી હોય છે. જોકે આ વખતે દીપિકા પાદૂકોણ પોતાના લુકને કારણે નહીં પણ એક નાની બેગને કારણે ચર્ચા આવી છે. દીપિકા પાદૂકોણ પણ બ્રાન્ડ કોન્શિયસ છે અને ઘણીવાર મોંઘી હેન્ડબેગ્સ અને એક્સેસરીઝ કેરી કરતી જોવા મળતી હોય છે. થોડા દિવસ પહેલાં દીપિકા એરપોર્ટ ઓવરસાઈઝ્ડ શર્ટ, બ્લેક લેગિંગ્સ, બેઝ કલરના ઓવરકોટ અને વ્હાઈટ સ્પોર્ટ્સ શૂઝમાં જોવા મળી હતી. જોકે દીપિકાની નિયોન કલરની નાની બેગે બધાંનું ધ્યાન ખેંચ્યું હતું. સ્નેકસ્કિન ડિઝાઈનવાળી આ સ્લિંગ બેગની કિંમત 1 લાખ 16 હજાર રૂપિયા છે. પોતાના એરપોર્ટ લુક પહેલાં પણ દીપિકા કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન બ્લેક કલરના ગાઉન સાથે આ બેગ કેરી કરતી જોવા મળી હતી.