વાયુ વાવાઝોડું ગુજરાતને અથડાવવાની જગ્યાએ અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું છે. જોકે ગુજરાતના ઘણાં ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે આ વાવાઝોડાના કારણે વરસાદી સિસ્ટમ બગડી નથી તેવું જાણવા મળ્યું છે. જોકે 23 અને 24મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
24 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યનાં અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે હળવો વરસાદ પણ થાય તેવી સંભાવના છે.
નોંધનીય છે કે, કેરળમાં 8 જૂને દક્ષિણ-પશ્ચિમી ચોમાસું બેસી ગયા બાદ તેની ગતિ ધીમી પડી ગઈ હતી. હવે આ ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્રમાં પ્રવેશ્યું છે. હવે ગુજરાતમાં પણ 24 અને 25 જૂનનાં રોજ વિધિવત રીતે ચોમાસુ બેસી જશે.