Wild Life Viral Video: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હિમ ચિત્તાના શિકારનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે શિકાર દરમિયાન ઢાળવાળા ઢોળાવ પર ઝડપથી દોડતો જોવા મળે છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થતા મોટા ભાગના વીડિયોમાં આપણને વારંવાર વન્યજીવો સાથે સંબંધિત વીડિયો જોવા મળે છે. જેને યુઝર્સ ખૂબ જ જોવાનું પસંદ કરે છે. હકીકતમાં વન્યજીવન દરેકને આકર્ષે છે. દરેક વ્યક્તિ જંગલોમાં રહેતા પ્રાણીઓ અને જીવોની જીવનશૈલી જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેના સંબંધિત વીડિયો જોવા માંગે છે.
આ દિવસોમાં હિંસક પ્રાણીઓના કેટલાક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ શિકાર કરતા જોવા મળે છે. સામાન્ય રીતે હિંસક પ્રાણીઓ તેમના તમામ પ્રયત્નોમાં સફળ થતા નથી. હિંસક પ્રાણીઓને પેટ ભરવા માટે બીજા પ્રાણીનો જીવ લેતા પહેલા ખૂબ જ મહેનત કરી શિકાર કરવો પડે છે. આવી સ્થિતિમાં શિકારમાં સફળતા માટે તેઓએ તેમાં સંપૂર્ણ ધ્યાન અને તાકાત લગાવવી પડે છે તે પછી જ તેમને અથાગ પ્રયત્નોમાં સફળતા મળે છે.
તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં બરફીલા પહાડોમાં રહેતા સ્નો ચિત્તા શિકાર કરતા જોઈ શકાય છે. આ બરફ ચિત્તો ઢાળવાળા ખડક પર ખૂબ જ ઝડપથી દોડીને તેના શિકારનો પીછો કરતો જોવા મળે છે. જેના અંતે તે શિકાર કરવામાં સફળ થાય છે. આ વીડિયોને ધ વાઇલ્ડ ઇન્ડિયા નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેને બાદમાં IFS ઓફિસર પરવીન કાસવાને રીટ્વીટ કર્યું હતું.
વીડિયોમાં સ્નો લેપર્ડ ખૂબ ઊંચાઈએથી તેના શિકાર તરફ ઝડપથી દોડતો જોઈ શકાય છે. ઢોળાવને કારણે યૂઝર્સ અચંબામાં પડી ગયા છે કે જ્યાં ચાલવું ખૂબ જ મુશ્કેલ હોય તેવી જગ્યા પર સ્નો લેપર્ડ પુર ઝડપે કેવી રીતે દોડી શકે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને એક લાખ 57 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 3 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે..