પલ્લવીએ જણાવ્યું કે, મોતના થોડા સમય પહેલા ઈંજર કુમાર સતત કામની શોધમાં લોકોને મળત હતા પરંતુ કોઈપણ તેમની મદદ માટે તૈયાર નહોતું. તેણે એખ ઘટનાને યાદ કરીને જણાવ્યું, હાલના દિવસોમાં બધા નેપોટિઝમની વાત કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા દિવંગત પતિ ઈંદર કુમારે પણ પોતાના બળે એક અલગ ઓળખ ઊભી કરી હતી. મને યાદ છે કે મોતના થોડા સમય પહેલા તેઓ કામ માટે બે મોટા લોકોને મળ્યા હતા. જોકે આ દરમિયાન તેઓ કઈંક નાના પ્રોજેક્ટ કરતા હતા પરંતુ તેઓ મોટી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતા હતા. જેવું તેમણે 90ના દાયકામાં કર્યુ હતું. આ દરમિયાન હું પણ તેમની સાથે હતી અને આ બધું મારી નજર સામે થયું હતું. અમે કરણ જોહર અને શાહરૂખ ખાન પાસે ગયા હતા.
કરણ જોહરે તેની વેન બહાર આશરે 2 કલાક સુધી રાહ જોવડાવી અને બાદમાં બોલાવીને કહ્યું કે, હાલ તેમની પાસે ઈંદર માટે કોઈ કામ નથી. પરંતુ તેઓ તેની મેનેજર ગરિમાના સંપર્કમાં રહે તેમ કહ્યું હતું. પલ્લવીએ જણાવ્યું, આ મુલાકાતના આશરે 15 સુધી અમારો ફોન તો ઉપાડવામાં આવ્યો પરંતુ બાદમાં આ નંબર બ્લોક કરી દેવામાં આવ્યો.
પલ્લવી કહ્યું, આવું જ વર્તન શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા પણ કરવામાં આવ્યું. ફિલ્મ ઝીરોના સેટ પર અમે ગયા હતા અને શાહરૂખ ખાન પાસે કામ માંગ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, હાલ પ્રોડક્શન હાઉસમાં તેમના લાયક કોઈ કામ નથી, પરંતુ અમને તેના મેનેજરના સંપર્કમાં રહેવા જણાવાયું હતું. બાદમાં તેમણે પણ અમારો ફોન ઉપાડવાનો બંધ કરી દીધું હતું.