ક્રિકેટના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના વધુ સાત ખેલાડીઓનો કોરોના વયારસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ પહેલા સોમવારે પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સિલેક્ટ થયેલા 29 ખેલાડીઓમાંથી અત્યાર સુધીમાં 10 ખેલાડીઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તમામ ખેલાડીઓ રવિવારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જવાના હતા.
મંગળવારે ફખર જમાન, ઈમરાન ખાન, હફીઝ, રિયાઝ, ભાટ્ટી, હસનૈન અને રિઝવાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ પહેલા સોમવારે શાદાબ ખાન, હારિસ રાઉફ અને હૈદર અલીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. શાદાબ, હારિસ અને હૈદરના ટેસ્ટ રવિવારે રાવલપિંડીમાં થયા હતા.
પાકિસ્તાને ઓગસ્ટમા ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ અને ત્રણ ટી20 મેચોની સીરીઝ રમવાની છે. આ સીરીઝને લઈને હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 29 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા આ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં 10 ખેલાડીઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વધુ સાત ખેલાડીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jun 2020 09:59 PM (IST)
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સિલેક્ટ થયેલા 29 ખેલાડીઓમાંથી અત્યાર સુધીમાં 10 ખેલાડીઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -