બોલીવુડ એક્ટરે કહ્યું- ગાંજો કાયદેસર કરો, મુંબઈ પોલીસે ટ્વિટર પર જ આપી દીધી ચેતવણી, જાણો વિગત
મુંબઈઃ બોલીવુડ એક્ટર ઉદય ચોપડાએ દેશમાં ગાંજાને કાયદેસર માન્યતા આપવાની વાત કરી છે. તેણે આ અંગે તેનો વિચાર સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ગુરુવારે ઉદય ચોપડાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં મારીજુઆના (ગાંજા)ને કાયદેસર કરી દેવો જોઈએ. પ્રથમ તો એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. બીજુ તેને કાયદેસર કરી દેવાથી તેના પર ટેક્સ લગાવતાં દેશોમાંથી મોટા પાયે રેવન્યૂ પ્રાપ્ત થશે. ઉપરાંત ગાંજાનો ગેરકાયદેસર વેપલો કરતાં લોકોને પણ ખતમ કરી શકાશે. અંતમાં એટલું જ કહીશ કે ગાંજો સ્વાસ્થ્ય માટે ઘણો લાભકારક છે.
ઉદય ચોપડાનું નામ નરગિસ ફખરી સાથે પણ જોડાયું હતું. ઉદય ચોપડાએ ધૂમ, મોહબતે જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.
જે બાદ કેટલાક લોકોએ ઉદય ચોપડાને મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલા જવાબની ખૂબ પ્રશંસા કરી અને તેની તુલના ધૂમ ફિલ્મ સાથે કરી નાંખી.
ઉદય ચોપડાના આ ટ્વિટ પર મુંબઈ પોલીસે વળતું ટ્વિટ કર્યું અને તેને સમજદારી દાખવવા જણાવ્યું. મુંબઈ પોલીસે ઉદય ચોપડાના ટ્વિટ પર જવાબ આપતાં લખ્યું, સર, ભારતના નાગરિક હોવાના કારણે તમને તમારા વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ ધ્યાનમાં રાખો કે હજુ સુધી ગાંજાનો વપરાશ કરવો, તેને સાથે રાખવો અને ગાંજા સાથે મુસાફરી કરવી નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોથ્રોપિક સબ્સટાંસ એક્ટ, 1985 અંતર્ગત ગંભીર અપરાધ છે.