Rishabh Pant Urvashi Rautela India vs Pakistan Asia Cup 2022 : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન રિષભ પંત અને ઉર્વશી રૌતેલા વિશેના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. ઉર્વશી દુબઈમાં છે. તે ટીવી પર દેખાતાની સાથે જ ચાહકોએ ફોટો ક્લિક કર્યો અને તેને સોશિયલ મીડિયા પર મૂકવાનું શરૂ કર્યું. ઉર્વશી અને પંત વચ્ચે સોશિયલ મીડિયા પર ઝઘડો ચાલી રહ્યો છે. આ કારણથી આ બંને વિશે અનેક પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.


ઉર્વશી અને ઋષભ પંતને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આમાં એક યુઝરે ટ્વીટર પર મજાકિયા અંદાજમાં લખ્યું કે જ્યારે ઉર્વશી રૌતેલા મેચ જોવા આવી ત્યારે રિષભે પોતે રમવાની ના પાડી દીધી. પંત અને ઉર્વશીની તસવીરો પણ ઘણા યુઝર્સ દ્વારા ટ્વીટ કરવામાં આવી છે.






મહત્વપૂર્ણ છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી રહી છે. પંતને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પંતની ગેરહાજરીમાં દિનેશ કાર્તિક વિકેટકીપિંગ કરી રહ્યો છે. કાર્તિક એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણા પ્રસંગોએ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ કારણથી તેને પંતની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.