સની હિન્દુસ્તાનીને 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. તેમજ ભૂષણ કુમારે તેને ટી-સિરીઝમાં આગળની ફિલ્મમાં ગાવા માટે કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો. આ સાથે જ એક ટાટાની નવી કાર એલ્ટ્રોજ મળી હતી.
પ્રથમ અને બીજા રનર અપને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પહેલા રનર અપ તરીકે રોહિત રાઉત અને બીજા નંબરે ઓંકાના મુખર્જીએ બાજી મારી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં દરેક સ્પર્ધકે એકદમ જોશ સાથે પરફોર્મ કર્યું હતું.
ઈન્ડિયન આઈડલના પાંચ ટોપ કંટેસ્ટેંટની વાત કરીએ તો, ભટિંડાના સન્ન હિન્દુસ્તાની, લાતૂરના રોહિત રાઉત, અમૃતસરના રિધમ કલ્યાણ, કલકત્તાના અદ્રિજ ઘોષ અને ઓંકના મુખર્જીએ જગ્યા બનાવી હતી.