વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટમાં વર્લ્ડ નંબર વન ભારતીય ટીમનુ પ્રદર્શન દયનીય રહ્યું, અને કિવી ટીમે બન્ને ઇનિંગમાં 200ના આંકડાને પણ પહોંચવા ના દીધુ. પરિણામ એ આવ્યુ કે ભારતે 10 વિકેટથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો, વિકેટોની દ્રષ્ટિએ આ 2013 બાદની સૌથી મોટી હાર છે.


કિવી ટીમ તરફથી ફાસ્ટ બૉલર ટિમ સાઉથી 5 વિકેટ અને ટ્રેન્ટ બૉલ્ટે 4 વિકેટ લઇને કેર વર્તાવ્યો હતો. ભારતીય ટીમ કિવી બૉલરો સામે ઘૂંટણીયે પડી ગઇ અને અંતે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 165 રન અને બીજી ઇનિંગમાં 191 રન બનાવી શકી હતી. જ્યારે કિવી ટીમે પ્રથમ ઇનિંગમાં 348 અને અને બીજી ઇનિંગમાં જીતવા માટેનો ટાર્ગેટ 9 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ભારત તરફથી બૉલિંગમાં માત્ર ઇશાંત શર્માએ પહેલી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને 3 અને બુમરાહ-શમીએ 1-1 વિકેટ ઝડપી હતી.



બન્ને દેશોની ટીમો.....
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન.

ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટૉસ બ્લંડેલ, ટ્રેન્ટ બૉલ્ટ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, કાઇલી જેમીસન, ટૉમ લાથમ, હેનરી નિકોલસ, એઝાઝ પટેલ, ટિમ સાઉથી, રૉસ ટેલર, બીજે વૉટલિંગ.