Indias Got Latent Controversy: 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં રણવીર અલ્હાબાદિયાએ માતાપિતાની ઇન્ટીમેટ લાઇફ પર જે વિવાદીત નિવેદન આપ્યું હતું તેને લઇને ઘણો હોબાળો મચી ગયો છે. આ કેસમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સહિત 5થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા પર 'અશ્લીલતા' ને પ્રોત્સાહન આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે અને ગુવાહાટીમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. પોસ્ટમાં તેમણે લખ્યું- આજે ગુવાહાટી પોલીસે કેટલાક યુટ્યુબર્સ અને સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ સામે FIR નોંધી છે. આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વ મખીજા, રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અન્ય સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો હેઠળ કેસ નોંધાયેલ

સીએમ શર્માએ આગળ લખ્યું- 'ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપવા અને જાતીય અને અશ્લીલ ચર્ચાઓમાં સામેલ થવા બદલ સાયબર પીએસ કેસ નંબર 03/2025 હેઠળ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.' બીએનએસ 2023 નંબર 79/95/294/296, આઇટી એક્ટ, 2000ની કલમ 67, સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ની કલમ 4/7, મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) એક્ટ, 1986ની કલમ 4/6 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તપાસ ચાલી રહી છે.

વિવાદ શું છે

નોંધનીય છે કે પોડકાસ્ટર રણવીરે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે માતા-પિતાની ઇન્ટીમેટ લાઇફ પર એક સવાલ કર્યો હતો જેને લઇને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જોકે, આજે તેમણે પોતાના નિવેદન બદલ માફી માંગી છે અને કહ્યું છે કે તેમને પોતાના નિવેદન પર પસ્તાવો છે.                                                                

Ranveer Allahbadia એ માંગી માફી, માતા-પિતાને લઈ કરી હતી અશ્લીલ મજાક