નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. દુનિયાભરમાં ૮ હજાર ૮૯૨ લોકોના મોત થયા છે. એચબીઓની પ્રખ્યાત સીરીઝ Game of Thrones અને કામસૂત્રની સ્ટાર અભિનેત્રી ઈન્દિરા વર્મા કોરોનાવાયરસથી ચેપગ્રસ્ત થઈ છે. ઈન્દિરા વર્માએ આ વાતની પુષ્ટી સોશિયલ મીડિયા પર કરીને લખ્યું કે તેઓ કોરોના પોઝીટીવ છે. તેમણે એ જાણકારી ત્યારે આપી કે જ્યારે બે દિવસ પહેલા ગેમ ઓફ થ્રોન્સનાં અભિનેતા ક્રિસ્ટોફર હિવ્જુએ પણ કોવિડ-19થી એટલેકે કોરોનાવાયરસથી સંક્રમિત હોવાની વાત જણાવી હતી.

46 વર્ષીય અભિનેત્રી લંડનનાં વેસ્ટ એન્ડમાં ધ સીગુલટ નાટકમાં કામ કરી રહી હતી. મહામારી કોરોનાવાયરસનાં કારણે આ નાટક બંધ કરાવવામાં આવ્યું છે. ઈન્દિરા વર્માએ જણાવ્યું કે બહુજ દુખદ વાત છે કે અમારાં અને વિશ્વભરમાં ઘણા અન્ય કાર્યક્રમ કોવિડ-19નનાં કારણે ઘણી અસર સર્જાઈ છે. આપણે જલ્દીથી વાપસી કરીશું તેવી આશા છે. હું પથારીમાં છું અને હું બીમાર છું. સલામત અને સ્વસ્થ રહો અને તમારી આજુબાજુના લોકો પ્રત્યે દયાળું બનો.



ઇન્દિરા વર્મા સિવાય, બ્રિટીશ અભિનેતા, નિર્માતા અને સંગીતકાર ઇદ્રીસ એલ્બા પણ કોરોના ઇન્ફેક્શનની પકડમાં છે. તેણે ટ્વિટર પર એક વીડિયો મૂકીને આ માહિતી શેર કરી છે. તેણે કહ્યું, ‘આજે સવારે મને કોવિડ 19 પોઝિટિવ આવ્યો.

કામસૂત્રને બ્રિટેશ, જર્મન અને જાપાની સ્ટૂડિયોઝે મળીને પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન અને મધ્યપ્રેદશમાં થયું હતું. આ ફિલ્મને પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ ફિલ્મને જાણીતા ડાયરેક્ટર મીરા નાયરે બનાવી હતી. ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્ક્રીન કરવામાં આવી હતી. ઇન્દિરા આ ફિલ્મ ઉપરાંત એચબીઓની એવોર્ડ વિનિંગ સીરીઝ રોમમાં પણ જોવા મળી છે. વર્ષ 2007માં રિલીઝ થયેલ આ શોની ફર્સ્ટ સીઝનમાં વર્માએ કામ કર્યું હતું. તેણે આ ઉપરાંત પણ અનેક ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કર્યું છે. ઇન્દિરા 2004માં રિલીઝ થયેલ ફિલ્મ બ્રાઈડ એન્ડ પ્રિજ્યૂડિસમાં પણ કામ કરી ચૂકી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેની સાથે ઐશ્વર્યા રાયે પણ કામ કર્યું હતું.