બોલિવૂડની આ અભિનેત્રીએ ન્યૂયોર્કના પોશ એરિયામાં કેટલા કરોડમાં ખરીદ્યું આલિશાન ઘર, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકાનું આ નવું ઘર ન્યૂયોર્કનાં પ્લશ અપાર્ટમેન્ટનાં બીજા માળે છે. આ 82 માળનાં મલ્ટીસ્ટોર એપાર્ટમેન્ટની 2 બેડરૂમ હોમની કિંમત 30 કરોડ રૂપિયા છે. જ્યારે થ્રી બેડરૂમ પેન્ટહાઉસની કિંમત 200 કરોડ રૂપિયા છે. જોકે હજુ સુધી તે વાત સ્પષ્ટ નથી કે પ્રિયંકાએ અહીં ટૂ બેડરૂમનો એપાર્ટમેન્ટ રાખ્યો છે કે થ્રી બેડરૂમનું પેન્ટહાઉસ રાખ્યું છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા બોયફ્રેન્ડ નિક જોનસની સાથે આ ઘરમાં શિફ્ટ થવાની છે. એવું સાંભળવામાં આવ્યું છે કે નિક પ્રિયંકા સાથે લગ્નનો પ્રસ્તાવ પહેલાથી જ મૂકી દીધો છે પરંતુ પ્રિયંકા આ મામલામાં સમજી વિચારીને નવી શરૂઆત કરશે.
હાલમાં પ્રિયંકા ચોપરા અમેરિકી સિંગર નિક જોનસની સાથે પોતાના અફેરને લઈને બહુ જ ચર્ચામાં છે. પ્રિયંકા અને નિક જ્યારે ભારત આવ્યા હતા ત્યારે બન્નેની સગાઈને લઈને બહુ જ અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રિયંકાએ ફક્ત નિકની સાથે જ નહીં પરંતુ પોતાના પરિવારને પણ મળાવ્યો હતો અને બન્ને ફેમિલીની સાથે ગોવા ટ્રિપ પર ગયા હતાં.
કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાનો ફ્લેટ જે કોમલેક્સમાં છે ત્યાં બે બેડરૂમના ફ્લેટની કિંમત 30 કરોડ રૂપિયા છે. પ્રિયંકાના ઘરમાં દીવાલોથી લઈને સોફા સુધીના કલરને બહુ જ લાઈટ રાખવામાં આવ્યો છે.
હાલમાં એક અખબારે પોતાના પોર્ટલ પર પ્રિયંકા ચોપરાના આ નવા ઘરની તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાના પાત્રથી પોતાની ઓળક બનાવનાર પ્રિયંકાએ ન્યૂયોર્કમાં એક બંગલો ખરીદ્યો છે જે બહુ જ જોરદાર છે.
બોલિવૂડની દેસી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એકવાર ફરી ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે કોઈ તેના સંબંધ અથવા કોઈ ફિલ્મના કારણે નહીં પરંતુ પોતાના આલિશાન ઘરના કારણે ચર્ચામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -