ભાજપના સાથી આ મુખ્યમંત્રીના પરિવારે હવાઈ યાત્રાઓ પાછળ જ કર્યો 121 કરોડ રૂપિયાનો ધુમાડો, જાણો વિગત
સિદ્ધુએ મીડિયાને કહ્યું, ‘‘બાદલ પરિવારે વર્ષ 2007 થી 2017 ની વચ્ચે ખાનગી હેલિકૉપ્ટર યાત્રાઓ પર 121 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.’’ સિદ્ધુએ દાવો કર્યો છે કે બાદલ પરિવારે લગભગ સાત કરોડ સરકારી હેલિકૉપ્ટર પર ખર્ચ કર્યા છે. જ્યારે છેલ્લા નવ મહિનામાં કોંગ્રેસ સરકારે સરકારી હેલિકૉપ્ટરો પર માત્ર 22 લાખ રૂપિયા જ ખર્ચ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવળી, સિદ્ધુની સાથે હાજર ગિલગિયાનનો દાવો છે કે, પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા તેમના પુત્ર સુખબીરસિંહ બાદલ દ્વારા માર્ચ 2012 થી ડિસેમ્બર 2013 દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા વાહન પર 14 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.
તેમને કહ્યું કે, ‘‘હું ચાર્ટર્ડ ઉડાવવા પર (બાદલ પરિવાર દ્વારા) ખર્ચ કરવામાં આવેલી ભારેભરખમ રકમ વિશે જાણીનું સ્તબ્ધ છું. આ રૂપિયા એવા સમયે ખર્ચવામાં આવ્યા જ્યારે રાજ્યની નાણીકિય પરિસ્થિતિ ખરાબ હતી.’’ સિદ્ધુએ કહ્યું કે તે મુખ્યમંત્રી અને નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલને આ વિષેયની તપાસ કરાવવા માટે અનુરોધ કરશે.
સિદ્ધુએ મીડિયાને કહ્યું કે, ‘‘મુખ્યમંત્રી વિમાનથી યાત્રા કરી શકે છે પણ આટલી ભારે ભરખમ રકમથી હેલિકૉપ્ટર કે ચાર્ટર્ડ વિમાનથી યાત્રા કરવાના હક્કદાર નથી. સરકાર પાસે હેલિકૉપ્ટર છે તો શુ કામ ચાર્ટર્ડ વિમાનમાં મોટી રકમ ખર્ચ કરવી પડે. સરકારી યાત્રા માટે સરકારી હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવો જોઇએ.’’
ચંદીગઢઃ પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે બાદલ પરિવાર પર રાજ્યમાં તેમના 10 વર્ષના શાસન દરમિયાન ખાનગી હેલિકૉપ્ટરોથી યાત્રા કરવામાં 121 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને એ પણ કહ્યું કે તે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પાસે તેની તપાસ કરાવવાની માંગ કરશે.
સિદ્ધુએ કોંગ્રેસ ધારાસભ્ય સંગત સિંહ ગિલજિયાનના પુત્ર દલજીત સિંહ ગિલજિયાન દ્વારા એક આરટીઆઇ અરજી દ્વારા મેળવેલી માહિતીના આધારે આ આરોપો લગાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -