બોલીવુડની હોટ એક્ટ્રેસના પૂર્વ પતિની ગેરકાયદે શિકાર મામલે ધરપકડ, કારમાંથી મળી રાયફલ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતના આંતરરાષ્ટ્રીય ગોલ્ફર શૂટર જ્યોતિ સિંહ રંધાવાની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગની ટીમે તેને ઉત્તર પ્રદેશના બહરાઇચના કતર્નિયાઘાટમાં ગેરકાયદે શિકાર કરતી વખતે ધરપકડ કરી છે. તેની ગાડીમાંથી A .22 રાઇફલ પણ મળી આવી છે.
દુધવાના ફિલ્ડ ડાયરેક્ટર રમેશ પાંડેએ કહ્યું કે, કતર્નિયાઘાટના મોતીપુરમાં રંધાવાનું એક ફાર્મ છે. છેલ્લા ત્રણ દિવસથી તે ગાડી લઈને અહીંના જંગલોમાં ફરતો હતો. જે બાદ વન વિભાગના લોકોએ તેના પર નજર રાખી હતી અને આજે ધરપકડ કરી છે. રંધાવા અનેક આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઇવેન્ટમાં હિસ્સો લઇ ચુક્યો છે. વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં તે 2004થી લઇ 2009 સુધી ટોપ 100માં રહી ચુક્યો છે.
રંધાવાની હાલ ડીએફઓ અને ટીમ પૂછપરછ કરી રહી છે. જ્યોતિ સિંહ રંધાવા બોલીવુડ એક્ટ્રેસ ચિત્રાગંદા સિંહનો પૂર્વ પતિ છે. બંનેના 2014માં છૂટાછેડા થઈ ચુક્યા છે. મળતી માહિતી મુજબ રંધાવાના સાથી મહેશ વિરાજદારની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.