ટેલિવિઝનનો લોકપ્રિય ક્વીઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની 12મી સીઝનમાં એક આઈપીએસ અધિકારી મોહિતા શર્માએ એક કરોડ રુપિયાની રકમ જીતી હતી. જોકે, તેમની સફર KBCના છેલ્લા પ્રશ્ન એટલે કે સાત કરોડ રુપિયા સુધીની રહી હતી. અંતે સાત કરોડના સવાલમાં થોડી મુશ્કેલી પડતાં તેમણે શોમાંથી ક્વીટ કર્યું હતું. જોકે, ક્વીટ કરતાં પહેલા તેમણે દરેક સવાલમાં સુંદર રમત બતાવી અને એક કરોડ રુપિયા જેટલી રકમ જીતી હતી અને આ સીઝનના બીજા કરોડપતિ બન્યાં હતાં.


આઈપીએસ મોહિતા શર્માએ પણ જણાવ્યું હતું કે, 'કરોડપતિમાં આવ્યા પહેલા મને મનમાં એ જ ડર હતો કે જો હું જીતી નહીં શકું તો લોકોને એવું લાગશે કે કેવા કેવા લોકો સિવિલ સર્વિસ સેવામાં આવે છે. પણ મારી ઈચ્છા પૂરી થઈ. હું જે પણ છું તે મારા માતાપિતાના કારણે જ છું.' જે પછી અમિતાભ બચ્ચને તેમને કરોડ રુપિયા જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

1 કરોડ રૂપિયાની રકમ જીતવા પર આ રકમ ક્યા ખર્ચ કરશે તેના વિશે મોહિતા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, હાલમાં તો રકમ ક્યા ખર્ચ કરશે તેના વિશે કંઈ વિચાર્યું નથી. પરંતુ એક વખત રકમ મળ્યા બાદ અમે પરિવારના સભ્યો સાથે મળીને નક્કી કરીશું કે આ કમનું શું કરવું. આ મામલે મોહિતાના પતિ રુશલ ગર્ગે કહ્યું કે, આ રકમમાંથી અમારી યોજના પોતાનું એક વ્હીકીલ ખરીદવાની યોજના છે. હાલમાં અમારી બન્ને પાસે સરકારી વાહન છે, પરંતુ હવે અમે અમારી પોતાની કાર ખરીદશું.

મોહિતા શર્મા વિશે વાત કરીએ તો તે વ્યવસાયે આઇપીએસ અધિકારી છે. તે મૂળ હિમાચલ પ્રદેશના કાંગરાની છે. તેણે દિલ્હી રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. મોહિતા પરિણીત છે. તેના પતિનું નામ રસુલ ગર્ગ છે અને તેનો પતિ વ્યવસાયે આઇએફએસ અધિકારી છે. જે વસ્તુ મોહિતાને સૌથી અલગ અને વિશેષ બનાવે છે તે તે છે કે તે 2017 બેચના આઈપીએસ અધિકારી છે. તે હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં રહે છે અને ત્યાંની આ વહીવટી સેવાની જવાબદારી ચૂકવી રહી છે.