✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેન્સરનો સામનો કરી રહેલ ઇરફાન ખાનનું ઘટ્યું વજન, નવી તસવીર Viral

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jul 2018 07:09 AM (IST)
1

ઈરફાનની અપકમિંગ ફિલ્મ ‘કારવાં’ જલ્દી જ રિલીઝ થવાની છે.

2

ઈરફાને આગળ લખ્યું કે, “મારી બીમારી અંગે જાણ્યા બાદ લોકો મારા માટે દુઆ માગી રહ્યા છે. ઘણા લોકો તો મને ઓળખતા પણ નથી. બધાની દુઆઓ એક ફોર્સ બનીને મારા સ્પાઈનલ કોર્ડ દ્વારા મારા મગજ સુધી પહોંચી રહી છે. હું જિંદગીને બહુ નજીકથી જોઈ રહ્યો છું.”

3

ઈરફાને એક ઈમોશનલ નોટ લખીને ફેન્સને લંડનમાં ચાલી રહેલી સારવાર અંગે માહિતી આપી હતી. ઈરફાને કહ્યું કે, “હું જે હોસ્પિટલમાં છું તેમાં એક બાલકની પણ છે. બહારના દ્રશ્યો જોઈ શકું છું. કોમા વોર્ડ મારા રૂમની બાજુમાં જ છે. રોડની એક તરફ હૉસ્પિટલ છે અને બીજી તરફ લોર્ડ્સ સ્ટેડિયમ છે. અહીં મારા વિવિયન રિચર્ડ્સના હસતા ચહેરાવાળું પોસ્ટર છે. તેને જોઈને પહેલી નજરે મને કોઈ અનુભવ જ ન થયો. જાણે એ દુનિયા કદી મારી હતી જ નહીં.”

4

ઇરફાને પોતાનો લેટેસ્ટ ફોટો ટ્વિટર પ્રોફાઈલમાં મૂક્યો છે. ફોટોમાં જોઈ શકો છો કે તેમનું વજન પહેલા કરતાં ઘટી ગયું છે. જો કે ઈરફાનના ફેન્સ માટે તેમની આ હસતી તસવીર ગિફ્ટ સમાન છે.

5

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનને થોડા મહિના પહેલા જણાવ્યું હતું કે, તેને ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર છે. ઇરફાન ખાનના આ અહેવાલની સાથે જ તેના ફેન્સ દુખી થઈ ગયા હતા. ઇરફાને પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાની બીમારીને લઈને અનેક જાણકારી શેર કરી હતી. તેની પત્નીએ પણ ટ્વીટ કરીને ઇરફાન માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. જોકે હવે ઇરફાનની નવી તસવીર સામે આવી છે જેમાં તેનું વજન ઘટી ગયેલું પરંતુ ખુશ જોવા મળી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • કેન્સરનો સામનો કરી રહેલ ઇરફાન ખાનનું ઘટ્યું વજન, નવી તસવીર Viral
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.