1 જાન્યુઆરીએ સગાઈ કરશે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી? બચ્ચન-અંબાણી પણ પહોંચ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે ઉત્તરાખંડની મુલાકાતે છે, તે અહી ક્રિસમસની ઉજવણી બાદ નવા વર્ષની ઉજવણી પણ કરવાના છે. મહત્વપૂર્ણ છે કે વિરાટ અનુષ્કા સાથે ગઢવાલના નરેન્દ્રનગર સ્થિત હોટલ આનંદાજમાં રોકાયેલા છે.
ધામમાં પહોંચતા જ અનંદ મહારાજે બન્નેનું સ્વાગત કર્યુ હતું. તે બાદ અનંત મહારાજે પૂજા અર્ચના તેમજ વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા. સુત્રો અનુસાર બન્નેએ પોતાની કારકિર્દી માટે આશીર્વાદ માંગ્યા હતા.
બન્ને આઉટિંગ પર ઋષિકેશના જાણીતા સ્પોટ ટિહરી ઝીલમાં વોટર સ્પોર્ટ્સ માટે પણ જઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે 15 જાન્યુઆરીથી ભારત ઇંગ્લેન્ડ સામે વન ડે સિરીઝ રમશે. જો કે રિપોર્ટ પ્રમાણે આ સિરીઝમાં વિરાટને આરામ આપવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર વિરાટ અને અનુષ્કા ઋષિકેશથી 12 કિલોમીટર આગળ નરેન્દ્રનગરની આનંદા હોટલમાં રોકાયેલા છે. સ્પા અને મેડિટેશન માટે જાણીતી આ ફાઇવ સ્ટાર હોટલમાં બન્ને કેટલાક દિવસ અહી રોકાશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 25 ડિસેમ્બરે ઉત્તરાખંડ પહોચ્યા હતા. બન્નેના પરિવાર તે સમયે સાથે ન હતા. જો કે બાદમાં તેમની ફેમિલી સાથે જોવા મળી હતી. કપલ ઉત્તરાખંડના નરેન્દ્રનગરમાં સ્ટે કરી રહ્યું છે. અહી મીડિયાને આવવાની પરવાનગી નથી.
નવી દિલ્હીઃ મોટાભાગની ન્યૂઝ વેબસાઈટ્સપર સમાચરા છે કે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોલહી સગાઈ કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જાન્યુઆરી સગાઈ થશે. જોકે, આ અંગે બન્નેમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. અભિનેત્રીના નજીકના સૂત્રોનું કહેવું છે કે કોઈ સગાઈ નથી થઈ રહી. હાલમાં બન્ને ઉત્તરાખંડમાં રજા ગાળી રહ્યા છે.
બંને હરિદ્વાર પાસેના અમ્બૂવાલા ગામ પાસે આવેલા અનંત ધામમાં પૂજા કરી હતી તેમજ પોતાના ગુરૂના આશીર્વાદ લીધા હતા. વિરાટ અને અનુષ્કાના પરિવારજનો પણ ઋષિકેશમાં હાજર છે. અમિતાભ બચ્ચન, અંબાણી પરિવાર સહિતના સેલિબ્રિટી પણ અહીં પહોચી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -