30 ડિસેમ્બર પછી માત્ર આ જગ્યા પર તમે બદલાવી શકશો 500 અને 1000ની જૂની નોટ
નવી દિલ્હીઃ નોટબદલી અંગે RBIએ આજે સ્પષ્ટતા કરી છે કે, દેશભરની કોઈપણ રિઝર્વ બેંકમાં ગમે ત્યારે 500 અને 1000ની જૂની નોટ બદલી શકાશે. જોકે એક વખતમાં માત્ર 2 હજાર રૂપિયા સુધીની નોટો જ થશે બદલી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App31 ડિસેંબર બાદ નક્કી કરેલી મર્યાદા કરતા વધારે નોટ મળી આવશે તો દસ હજાર રૂપિયાનો દંડ અથવા જમા કરવામાં આવેલી પાંચ ગણી નોટ બંનેમાંથી જે વધારે હશે તે દંડ કરવામા આવશે.
આ નિયમ લાગુ કરવાનુ કારણ જૂની નોટનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવાનો છે. કારણ કે હજુ કેટલીક જગ્યાઓ પર મજૂરી ચુકવવા માટે તેમજ કાળાનાણાંને સફેદ કરવા માટે જૂની નોટનો ઉપયોગ થઈ રહ્યો છે.
પીએમ મોદીએ નોટબંધીની મુશ્કેલીને દૂર કરવા માટે આજ સુધીનો સમય માગ્યો હતો. બેકં અને એટીએમની લાઈનમાં ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ રોકડનો કકળાટ હજુ યથાવત જ છે. બેંક અને એટીએમમમાંથી ઉપાડની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં સ્થિતિ જોતા લાગતું નથી કે આવનારા દિવસોમાં બધુ સામાન્ય થઈ જશે. જ્યારે 1 જાન્યુઆરીથી પગાર મળવાનો શરૂ થઈ જશે એવામાં રોકડ ઉપાડવમાં મુશ્કેલી થઈ શકે છે.
જે વ્યક્તિ 9 નવેમ્બરથી લઈને 30 ડિસેમ્બર સુધી દેશની બહાર ગયા હોય, તેઓ રિઝર્વ બેંકમાં પૈસા જમા કરાવી શકે છે. તે માટેના જરૂરી પૂરાવાઓ રિઝર્વ બેંકને આપવા પડશે.
જોકે બેંકમાં જૂની નોટ જમા કરાવવાનો આજે આખરી દિવસ છે. 500 અને 1000ની જૂની નોટ આજે સાંજા સુધી જ બેંકમાં જમા કરાવી શકાશે. ત્યાર બાદ 31 માર્ચ સુધી માત્ર રિઝર્વ બેંકના કાઉન્ટર પર જ શરતોની સાથે નોટ જમા કરાવી શકાશે.
નોટબંધીને લઈને નવો આદેશ એ લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે જેઓ દેશમાં હોવા છતાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો જમા નથી કરાવી શક્યા. રિઝર્વ બેંક તરફથી 1 જાન્યુઆરી બાદ કોણ પૈસા જમા કરાવી શકે છે તે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -