આ તમામ વચ્ચે એ પણ સમાચાર હતા કે રેખાએ કોરોના ટેસ્ટ કરાવવા વિશે કંઈ નથી કહ્યું. આ બધા વચ્ચે હાલમાં જ ખબર પડી છે કે અભિનેત્રી રેખાએ કોરોના ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી છે.
અભિનેત્રી રેખાના મેનેજરે બીએમસીને ફોન કર્યો અને કહ્યું, 'આગામી બેથી ત્રણ દિવસમાં, રેખા અને ફરઝાના બંને પોતાના કોવિડ-19 ટેસ્ટ કરાવશે અને તેમના ટેસ્ટ બાદ રિપોર્ટ બીએમસીને મોકલવામાં આવશે.'
રેખા વિશે ઘણા લાંબા સમયથી રિપોર્ટ સામે આવ્યા છે કે બીએમસીના કર્મચારીઓ તેમના સિક્યુરિટી ગાર્ડને કોરોના વાયરસનો ચેપ લાગ્યાં બાદ રેખાના ઘરે પહોંચી રહ્યા છે. ઘરને સેનેટાઈઝ કરવા માટે, તે સતત 7 દિવસથી તેના ઘરનો દરવાજો ખખડાવી રહ્યા છે, પરંતુ કોઈએ ગેટ ખોલ્યો નથી. આ સાથે જ એવા પણ અહેવાલ મળે છે કે ત્યાં સેનિટાઈઝેશનનું કામ પૂર્ણ થયું છે.