મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અહેવાલ છે કે, રાઈટર હિમાંશુ શર્મા સાથે બ્રેકઅપ બાદ સ્વરાની લાઈફમાં નવી વ્યક્તિની એન્ટ્રી થઈ છે. સ્વરા હાલ તેને ડેટ કરી રહી છે.

સ્પોટબોયના અહેવાલ અનુસાર, સ્વરા ભાસ્કર સ્વર્ગસ્થ એક્ટર ગિરિશ કર્નાડના દીકરા રઘુને ડેટ કરી રહી છે. હાલ બંને સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. હાલમાં જ બંને Yomeddineની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા. સ્ક્રીનિંગ બાદ બંને સાથે જ બહાર નીકળ્યા હતા. બાદમાં બન્નેએ સાથે ડિનર પણ લીધુ હતું.

રઘુની વાત કરીએ તો તે પત્રકાર અને રાઈટર છે. સ્વરા અને રઘુ વચ્ચેની મિત્રતા દિવસે ને દિવસે ગાઢ થઈ રહી છે. બંનેની કેમેસ્ટ્રી પણ જામી રહી છે. જો કે આ મામલે બન્નેમાંથી કોઈ પિતાના રિલેશનશિપ વિશે વાત કરી નથી. આ પહેલા સ્વરા હિમાંશુ સાથે પાંચ વર્ષ સુધી રિલેશનમાં રહી હતી. બંને વચ્ચે અચાનક બ્રેકઅપ થતાં તેના ફેન્સ પણ ચોંકી ગયા હતા.