નવી દિલ્હીઃ પૂર્વ નાણા અને ગૃહ મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડને લઇને કોંગ્રેસે ગુરુવારે મોદી સરકાર સામે જબરદસ્ત આક્રોશ ઠાલવ્યો, કહ્યું કે, ધોળેદહાડે મોદી સરકારે વરિષ્ઠ કોંગ્રેસી નેતાની ધરપકડ કરાવીને લોકશાહીની હત્યા કરી નાંખી છે. કોંગ્રસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકાર અનેક પ્રકારના આરોપો લગાવ્યો હતાં.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચિદમ્બરમ સામે કોઇ યોગ્ય પુરાવા નથી, દીકરીની હત્યાના એક ઓરોપીના નિવેદનના આધારે કેસ બનાવવામાં આવ્યો છે.



મોદી સરકાર સીબીઆઇ અને ઇડીને હથિયાર બનાવી રહી છે, અને તેનો રાજકીય બદલા લેવાની ભાવનામાં ઉપયોગ કરી રહી છે. પી ચિદમ્બરમની ધરપકડ કરાવીને મોદી સરકાર સાચા અને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરી રહી છે. ચિદમ્બરમ સામેની કાર્યવાહી રાજકીય બદલો છે.



કોંગ્રેસ નેતા રણદીપે કહ્યું કે, અમે, અમારી કોંગ્રેસ પાર્ટી ચિદમ્બરમની સાથે છે. અમે જોઇ રહ્યાં છીએ કે દેશની અર્થવ્યવસ્થા ખાડે જઇ રહી છે, લાખો લોકો નોકરી ગુમાવી રહ્યાં છે, ઇન્ડસ્ટ્રીઝ બંધ થઇ રહી છે. મોદી સરકાર આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કોશિશ કરી રહી છે.