નવી દિલ્હીઃ પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની લાઈફમાં સલીમ કરીનની એન્ટ્રી બાદ ચર્ચા તેની સગાઈની ચર્ચા થઈ રહી છે. અહેવાલ અનુસાર માહિરા ખાને સલીમ કરીમની સાથે ટર્કીમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી છે. માહિરા ખાન અને સલમીન કરીમની એક તસવીર સામે આવી છે. તસવીરમાં બન્ને એક પાર્ટીમાં ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે, આ તસવીર એ જ પાર્ટીની છે જેમાં બન્નેએ સગાઈ કરી હતી. જોકે સગાઈના અહેવાલ પર બન્ને તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.



સલીમ કરીમ કરાચી સ્થિત સ્ટાર્ટઅપ કંપની સીમપૈસાનો સીઈઓ છે. આ સિવાય સલીમ ડીજે પણ છે. વર્ષ 2017ની શરૂઆતમાં ટીવી એપ્લિકેશન 'ટેપમેડ ટીવી'ના લોન્ચિંગ પ્રસંગે માહિરા તથા સલીમ પહેલી વાર સાથે જોવા મળ્યાં હતાં.



માહિરાનું નામ આ પહેલાં રણબીર કપૂર સાથે જોડાયું હતું. માહિરા તથા રણબીર કપૂર ન્યૂયોર્કમાં રેસ્ટોરન્ટની બહાર સ્મોકિંગ કરતા જોવા મળ્યાં હતાં. આ સમયે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. જોકે, પછીથી રણબીર તથા માહિરાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર સારા મિત્રો છે.

21 ડિસેમ્બર, 1984ના રોજ કરાચીમાં જન્મેલી માહિરાની 2006માં લોસ એન્જલસમાં અલી અસ્કરી સાથે મુલાકાત થઈ હતી. માહિરાએ પરિવારની વિરૂદ્ધ જઈને 13 જુલાઈ 2007માં લગ્ન કર્યા હતા. માહિરા અને અલી 8 વર્ષ સાથે રહ્યા. તેમણે 2015માં ડિવોર્સ લીધા હતા. તેમને અઝલાન નામનો દીકરો પણ છે, જે માહિરા સાથે રહે છે.