મીડિયા અહેવાલ અનુસાર બન્ને પોતાના સંબંધને લઈને જાહેરાતમાં વાત કરવા નથી માગતા પરંતુ કહેવાય છે કે, વાસ્તવમાં છેલ્લાં ઘણાં સમયથી બન્ને અલગ અલગ રહે છે.
જો કે એવું કહેવાય છે કે, તેમના સંબંધમાં હજુ સમસ્યાની શરૂઆત જ થઈ છે અને હાલ સંજીદા પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. આ મામલે આમિરે કહ્યું કે, તમે શું વાત કરી રહ્યા છો મને ખબર નથી. ત્યારબાદ મેસેજ દ્વરા પૂછવામાં આવ્યું તો, આમિરે કોઈ જ જવાબ આપ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, આમિર અને સંજીદાએ 2 માર્ચ 2012માં લગ્ન કર્યા હતા. તે પહેલા આ બંને 7 વર્ષ સુધી રિલેશનશીપમાં રહી ચુક્યા છે.
અનેક ટીવી શોમાં એક બીજા સાથે કામ કરી ચૂકેલ આ જોડી પોતાના લગ્ન સમયે જાણીતા ટીવી શો નચ બલિયેમાં એક સાથે કામ કર્યું હતું. આ બન્નેએ પોતાના પરફોર્મન્સથી લોકોનું દિલ જીતવાની સાથે સાથે આ ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.