સંજય દત્તને પોતાની બાયોપિક ‘સંજૂ’ માટે મળ્યા આટલા કરોડ!
એક તરફ ફિલ્મમાં રણબીર કપૂર અને વિક્કી કૌશલની એક્ટિંગ બધાને ખૂબ પસંદ આવી રહી છે તો બીજી બાજુ એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે, હિરાનીએ આ ફિલ્મમાં માત્ર સંજય દત્તની સારી છાપ ઉપસીને બહાર આવે તેવું નિર્દેશન કર્યું છે. ફિલ્મમાં ઘણી એવી ફિલ્મોને બાકાત રખાઈ છે જે સંજયના જીવનમાં ખૂબ મહત્વની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મને સંજયના ખાસ મિત્ર રાજકુમાર હિરાનીએ નિર્દેશિત કરી છે જ્યારે વિધુ વિનોદ ચોપરા ફિલ્મના નિર્માતા છે. હિરાની અને સંજય બન્ને સારા મિત્ર છે અને તેના કારણે જ સંજયે પોતાના પર ફિલ્મ બનાવવાની મંજૂરી આપી હતી. સંજય ફિલ્મ બનાવવાનો ઉલ્લેખ થયો ત્યારે જ રણબીર કપૂર તેનો રોલ પ્લે કરશે તેવી ઈચ્છાવ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ સંજય દત્તે આ ફિલ્મ માટે 9-10 કરોડ રૂપિયા લીધા છે અને નફામાં કેટલાક ટકા ભાગ લીધો છે. જોકે, નફાની કેટલા ટકા રકમ તેને મળશે તે અંગે કોઈ જાણકારી મળી નથી.
નવી દિલ્હીઃ સંજય દત્ત પર આધારિત ફિલ્મ ‘સંજૂ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રાખી છે અને ફિલ્મ સાથે જોડાયેલ લોકોને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. સામાન્ય રીતે બાયોપિક બને છે ત્યારે તેમાં ફિલ્મ બનાવવાના રાઈટ્સ લેવાના બદલામાં ફીસ ચૂકવવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -