હાલમાં જ વિદ્યા બાલન એક સલુનની બહાર સ્પોટ થઇ હતી. આ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યા આ સમયે બ્લેક વનપિસમાં હતી. આ વીડિયોને જોઈને ફેન્સને લાગી રહ્યું છે કે વિદ્યા બાલન પ્રેગનેન્ટ છે.
એક ફેનએ લખ્યું કે શું વિદ્યા બાલન પ્રેગનેન્ટ છે. તો બીજાએ લખ્યું કે બેબી કપૂર માટે હવે રાહ ન જોઈ શકીએ. જો કે વિદ્યા પ્રેગનેન્ટ છે કે નહીં તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. જોકે આ પહેલા પણ અનેક એક્ટ્રેસને લઈને પ્રેગ્નેન્ટ હોવાની અફવા ફેલાઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા વગેરે જેવી હીરોઈનની પ્રેગ્નેન્ટ હોવાની આ પ્રકારે અફવા ઉડી હતી.