ગુરૂવારે રાત્રે દિવસનું છેલ્લું બિલ પાસ થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સરકાર અને વિપક્ષના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે તમામના સહયોગથી જ આ સંભવ હતું. એવું અનુમાન છે કે, સરકાર પોતાના તમામ પ્રસ્તાવિત બિલ પાસ કરવામાં સફળ રહે તો આઝાદી બાદ એક સત્રમાં સૌથી વધુ બિલ પાસ કરવાનો રેકોર્ડ બની શકે છે.
સંસદીય કાર્ય મંત્રાલયથી મળેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી બન્ને સદનમાંથી 21 બિલ પાસ થઇ ગયાં છે. જ્યારે લોકસભામાંથી 27 બિલ તો રાજ્યસભામાંથી 23 બિલ પાસ થઈ ચુક્યા છે. અત્યારસુધી જે બિલ સદનમાંથી પાસ થયાં તેમાં ત્રણ તલાક બિલ, RTI સંસોધન બિલ, મોટર વ્હીકલ સંશોધન બિલ અને નેશનલ મેડિકલ કમીશન બિલ મુખ્ય રૂપે સામેલ છે. ઉલ્લેખનીય છે સત્રની શરૂઆતમાં સરકારના એજન્ડામાં 36 પેન્ડિંગ બિલ હતા. પરંતુ બીજા ત્રણ બિલ ઉમેરાતા સંખ્યા વધીને 39 થઈ ગઈ છે.