ઈશા અંબાણીના ફિયાન્સ આનંદ પીરામલના પરિવારમાં કોણ-કોણ છે? જાણો કોણ શું કરે છે?
આનંદ પીરામલ પણ હાવર્ડમાંથી અભ્યાસ કરી ચૂક્યો છે. તે પીરામલ ગ્રુપમાં ઈડીના પદ પર છે. આનંદ પાસે રિયલ એસ્ટેટ બિઝનેસ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનંદિનીના પતિ પીટર ડી યંગ છે. તેઓ પીરામલ ગ્રુપમાં મોટી ભૂમિકા ભજવે છે. પીટર પીરાલમ ક્રિટિકલ કેરના સીઈઓ છે. આ ઉપરાંત તેઓ પીરામલ ફાર્માના ઓપરેટિંગ બોર્ડમાં પણ સામેલ છે. આ પહેલા તેઓ મૈકેંજી એન્ડ કંપનીમાં નોકરી કરતાં હતી. પીટર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.
આનંદની બહેન નંદિની પીરામલ છે. તે પીરામલ ગ્રુપમાં ઓવર ધ કાઉન્ટર બિઝનેસ અને એચઆર ઓપરેશન જુએ છે. તેણે પીરામલ હેલ્થકેર અને અબોટ ડીલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નંદિનીને 2014માં યંગ ગ્લોબલ લીડર એવોર્ડ મળ્યો હતો. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી બીએ અને સ્ટેનફોર્ડથી એમબીએનો અભ્યાસ કર્યો છે.
આનંદની માતા અને ઈશા અંબાણીની ભાવી સાસુ સ્વાતિ પીરામલ પણ મોટી હસ્તી છે. તેઓ પીરામલ ગ્રુપની વાઈસ ચેરપર્સન છે. તેમને સરકાર દ્વારા પદ્મશ્રી સન્માન આપવામાં આવેલ છે. તેમની પાસે મુંબઈ યુનિવર્સિટીથી મેડિકલની ડિગ્રી અને હાવર્ડ સ્કૂલથી પબ્લિક હેલ્થમાં માસ્ટર્સ ડિગ્રી છે. તેઓ પીરામલ ગ્રુપનું કામકાજ સંભાળે છે.
આનંદના પિતા અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પીરામલ ગ્રુપના ચેરમેન છે. આ બંને કંપનીઓનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયા છે. પીરામલ ગ્રુપનું માર્કેટ કેપ 72,000 કરોડ રૂપિયા છે.
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલની પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં શરૂ થઈ ગઈ છે. 8 અને 9 ડિસેમ્બરે આ કાર્યક્રમ ઉદયપુરમાં યોજાશે જ્યારે 12મી ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન થશે. ઈશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનવા જઈ રહી છે. આનંદ પીરામલના પરીવારમાં કોણ-કોણ છે તેની પર એક નજર કરીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -