Ishita Dutta: બૉલીવુડ એક્ટ્રેસ ઇશિતા દત્તાને લઇને એક ખાસ ખબર સામે આવી છે. ઇશિતા દત્તા ટીવીની સાથે સાથે ફિલ્મોની પણ લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બની ગઇ છે. તે બૉલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાની બહેન પણ છે. ઈશિતાએ 2015માં આવેલી બૉલીવૂડ થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી અભિનેત્રી ટીવી પર 'બાઝીગર', 'બેપનાહ પ્યાર' અને 'થોડા સા બાદલ થોડા સા પાની' જેવા શૉમાં જોવા મળી હતી. ઇશિતા 'બાઝીગર'ના સેટ પર સહ-અભિનેતા વત્સલ સેઠના પ્રેમમાં પડી હતી અને એક વર્ષ સુધી ડેટ કર્યા પછી બન્નેએ 28 નવેમ્બર, 2017ના રોજ લગ્ન કરી લીધા હતા.
ઇશિતા દત્તા અને વત્સલ સેઠે 31 માર્ચ 2023એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એનાઉન્સમેન્ટ કર્યુ હતુ કે તેમના ઘરે એક નાનું મહેમાન આવવાનો છે, અને હવે માતા બનવાની છે ઈશિતા દત્તા પોતાની પ્રેગનન્સીના છેલ્લા દિવસોમાં એટલે કે છેલ્લા ત્રિમાસિકમાં છે. પોતાની લેટેસ્ટ પૉસ્ટમાં ઇશિતા દત્તાએ પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં આવી રહેલી સમસ્યાઓનો ખુલાસો કર્યો છે.
ઇશિતા દત્તા માટે પ્રેગ્નન્સીનો છેલ્લો મહિનો મુશ્કેલ હતો -
ઈશિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી અને પૉસ્ટમાં જણાવ્યું કે તે તેના છેલ્લા ત્રિમાસિકમાં કેવું અનુભવી રહી છે. તેને હવે ખુલાસો કર્યો કે ડિલિવરી પહેલા પ્રેગનન્સીનો છેલ્લો મહિનો એ આસાન બાબત નથી. અભિનેત્રીએ તેના પલંગ પર સૂતેલી પોતાની એક બેસ્ટ સેલ્ફી શેર કરી અને તેને કેપ્શન આપ્યું, "ઠીક છે તેથી છેલ્લો મહિનો ખરેખર આસાન નથી." ઉલ્લેખનીય છે કે, 'બેપનાહ પ્યાર' ફેમ અભિનેત્રી ઓગસ્ટ મહિનામાં પોતાની ડિલિવરી થવાની અપેક્ષા રાખી રહી છે. તેને વધુમાં ઉમેર્યું કે તે કેવી રીતે તેના મિત્રો સાથે ફરવાનું અને સમય પસાર કરવાનું ચૂકી જાય છે.
થોડા સમય પહેલા ઈશિતા દત્તાએ સુંદર બેબી શૉવર કરાવ્યું હતું -
થોડા દિવસો પહેલા ઇશિતા દત્તાએ પણ પોતાના પરિવાર સાથે એક સરળ છતાં પરંપરાગત બંગાળી બેબી શૉવર ફંક્શનનો આનંદ માણ્યો હતો. આ સમારોહ તેની માતા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. ઈશિતાના બેબી શાવર ફંક્શનની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયા હતા. ચાહકોએ ઈશિતા અને વત્સલને પોતાના જીવનની નવી શરૂઆત માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ઇશિતા દત્તા છેલ્લે અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'માં જોવા મળી હતી જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી.