બોલીવુડની આ અભિનેત્રીએ પોતાના મેકએપ આર્ટિસ્ટને ગિફ્ટ કરી કાર, જાણો કારની કિંમત
જેકલીને ગિફ્ટ કરેલી કારની કિંમત 20 લાખ છે અને જેકલીને આ કાર શાનને જન્મદિવસ પર ગિફ્ટ કરી છે. શાનના જન્મદિવસની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શ્રદ્ધા કપુર, કાર્તિક આર્યન, નિધિ અગ્રવાલ અને સોફી ચૌધરી જેવા સેલિબ્રિટી જોવા મળી રહ્યા છે.
શાને પોતાને મળેલ ગિફ્ટ અંગે જેકલીનનો આભાર વ્યક્ત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
હાલમાં જ તેણે પોતાના મેકઅપ આર્ટિસ્ટ શાનના જન્મદિવસ નિમિત્તે તેને મોંઘી કાર ભેટમાં આપી છે. જેકલિન શાનની સાથે કેટલાક વર્ષોથી કામ કરી રહી છે. તેણે શાનના જન્મદિવસ નિમિત્તે આ સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે પોતાના મેકએપ આર્ટિસ્ટ શાનને કાર ગિફ્ટ કરી છે. જેકલીને પોતાના મેકઅપ આર્ટિસ્ટના જન્મદિવસે તેને કાર ગિફ્ટમાં આપી છે. જેકલીન જાણે છે કે પોતાની સાથે કામ કરનારાને કેવી રીતે ખુશ રાખવા જોઈએ. જેકલીન પોતાની સાથે કામ કરનારાઓને પોતાના પરિવારની જેમ જ માને છે.