હવે સુનીલ ગ્રોવર જોવા મળશે નવા અવતારમાં, આ ફિલ્મમાં બનશે સલમાન ખાનનો મિત્ર
આ ફિલ્મમાં સલમાન એક એવા વ્યક્તિનો રોલ કરશે જે 18થી 70 વર્ષ સુધીની સફર કાપશે. ફિલ્મમાં સલમાન 5 પાત્રમાં જોવા મળશે. એજ રિડક્શન ટેક્નિકથી સલમાનની ઉંમર ઘટાડવામાં આવશે. આ ફિલ્મમાં સલમાનનો લૂક ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ જેવો યંગ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરે છે. આ પહેલા સલમાન સુનીલ સાથે કૉમેડી શો સુપર નાઈટ વિથ ટ્યૂબલાઈટમાં જોવા મળ્યા છે. આ પહેલા સુનીલ ‘ગજની’, ‘હીરોપંતી’, ‘બાગી’, ‘ગબ્બર ઈઝ બેક’ અને ‘લીજેંડ ઓફ ભગતસિંહ’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યા છે. ફિલ્મ ભારતમાં સલમાન અને પ્રિયંકા 8 વર્ષ બાદ સાથે કામ કરશે.
સુનીલ ગ્રોવરને વધુ એક પ્રોજેક્ટ મળ્યો છે. સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ભારત’માં સુનીલ ગ્રોવરની એંટ્રી થઈ છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મમાં સલમાનના મિત્રના રોલમાં સુનીલ જોવા મળશે. ફિલ્મમાં સલમાનનો રોલ ઘણો રસપ્રદ છે.
નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન સુનીલ ગ્રોવરનું નસીબ તેની સાથે છે. પોતાના મિત્ર કપિલ શર્માથી અલગ થયા બાદ સુનીલ ગ્રોવર ચર્ચામાં છવાયેલે છે. એક બાજુ કપિલે નવા ટીવી શો ફેમિલી ટાઈમ વિથ કપિલને લોકોએ પસંદ ન કર્યો તો બીજી બાજુ સુનીલના નવા શો દન દના દનને ફેન્સે ખૂબ જ પસંદ કર્યો છે. હવે નાના પડદા બાદ સુનીલ ગ્રોવર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -