ભારત અને શ્રીલંકા મેચ વચ્ચે તે એક ત્રીજી જ ટીમની પસંદગી કરવાની છે. તે છે શ્રીલંકા ટૂરિઝમ. શ્રીલંકા ટૂરિઝમે ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જેક્લીન ફર્નાન્ડિસને પસંદ કરી છે.
જેક્લીનને જ્યારે પૂછવામાં આવ્યું કે વર્લ્ડ કપ મેચમાં તમે કઈ ટીમને સપોર્ટ કરશો? ત્યારે જેક્લીને કહ્યું કે, જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સિવાય કોઈ બીજી ટીમ સામે રમતી હોય ત્યારે હું ભારતને સપોર્ટ કરીશ, પરંતુ જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે રમતી હશે ત્યારે હું શ્રીલંકાને સપોર્ટ કરીશ.
જેક્લીન મૂળ શ્રીલંકન નિવાસી છે. મુંબઈમાં શ્રીલંકા ટૂરિઝમ દ્વારા આયોજિત પ્રેશ કોન્ફરન્સ અને પ્રમોશનલ કાર્યક્રમમાં જેક્લીને પત્રકારોને કહ્યું કે, શ્રીલંકા આજે પણ પર્યટકો માટે સુરક્ષિત અને સ્વર્ગસમાન છે.