નવી દિલ્હીઃ ટીવી શો જમાઈ રાજાની એક્ટ્રેસ સારા આફરીન ખાન લગ્નના 10 વર્ષ બાદ માતા બનવા જઈ રહી છે. તેણે 2009માં અરફીન ખાન સાથે લગ્ન કર્યા હાત. કપલ પોતાના ફર્સ્ટ બેબીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.



મીડિયા સાથે વાતચીત કરતાં સારાએ કહ્યું કે, ‘જુલાઈમાં બાળક આવશે. અમે અમારા પહેલા સંતાનને લઈને ખુશ છે. દીકરો હોય કે દીકરી તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ સુંદર ભેટ આપવા માટે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. સંતાન આવે તે પહેલા જ ઘણા ફેરફાર થવા લાગ્યા છે. આ ખૂબ અંગત વાત છે અને આ અંગે મેં નજીકના મિત્રો અને પરિવારને જાણ કરી હતી. હું ફેબ્રુઆરી મહિનાથી લંડનમાં છું’.



બાળકના નામ અંગે એક્ટ્રેસે કહ્યું કે, ‘મને લાગે છે કે નામ ફાઈનલ કરવું તે સૌથી અઘરું છે. અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ’.

સારા સિયા કે રામ, ઝિંદગી વિન્સ, એજન્ટ રાઘવ, કહી સુની, લવ કા હૈ ઈન્તેઝાર જેવા શોમાં કામ કરી ચૂકી છે. સીરિયલ જમાઈ રાજાથી તેને ઓળખ મળી હતી. સારા બોલિવુડમાં પણ કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ ટોટલ સયાપા અને પે બેક જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.