નિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે આ જાણકારી શેર કરી. નિયાએ જણાવ્યું કેવી રીતે એક નાનકડો દીવો મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેણે સળગેલા લહેંગાની તસવીર પણ શેર કરી છે. નિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, એક દીવાની શક્તિ. એક સેકન્ડમાં આગ લાગી ગઈ… હું ઘણા લેયરનો લહેંગો પહેર્યો હોવાના કારણે બચી ગઈ, કંઈ પણ થઈ શકતું હતું.
ઉલ્લેખનીય છે કે નિયા શર્મા એકતા કપૂરના શો નાગિનની ચોથી સીઝનમાં જોવા મળશે. તે ઈચ્છાધારી નાગિનના રૂપમાં જોવા મળવાની છે. નાગિનની સીઝન 1 અને 2માં મૌની રોયએ નાગિનનું પાત્ર ભજવ્યું હતું, જ્યારે સુરભિને સીઝન 3માં જોવાઈ હતી.