નવી દિલ્હીઃ હાલ દુનિયાભરમાં કોરોના વાયરસથી ડરનું વાતાવરણ સર્જાયું છે. સરકાર આ વાયરસને લઈને અલગ-અલગ રીતે લોકોને જાગૃત પણ કરી રહી છે. સામાન્ય લોકોની સાથે સાથે જ તમામ મોટી હસ્તીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવી રહી છે. હવે તેમાં હોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ Olga Kurylenkoનું નામ પણ વધ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ઓલ્ગા 2008માં જેમ્સ બોન્ડ સીરિઝની ફિલ્મ ક્વાન્ટંમ ઓફ સોલાન્સમાં નજરે પડી હતી. આ સુંદર અભિનેત્રીએ તે સમયે અનેક લોકોના તેની સુંદરતા અને અભિનયના કારણે દિલ જીત્યા હતા.



40 વર્ષની ઓલ્ગા પાછલા થોડા સમયથી બિમાર હતી. તેમણે આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જણાવ્યું અને કહ્યું કે, "મારો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી મેં પોતાને મારા ઘરમાં બંધ કરી દીધી છે. હું પાછલા સપ્તાહથી બિમાર હતી. તાવ અને દુખાવો તેના મુખ્ય લક્ષય હતા. પોતાની ધ્યાન રાખીએ અને પ્લીઝ તેને સીરિયસલી લો."

અભિનેત્રીની પોસ્ટ બાદ તેના ફેન્સ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. તમામ લોકો તેની ખુબ જ જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઓલ્ગા પહેલા ટોમ હૈંક્સ અન તેની પત્ની પણ કોરોનાનાં ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતાં.


નોંધનીય છે કે, કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને (WHO)એ મહામારી ઘોષિત કરી છે. Olga પહેલા ગત અઠવાડિયે એક્ટર કપલ ટોમ હેંક્સ અને રીટા વિલ્સનના રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. નોંધનીય છે કે યુનિવર્સલ મ્યૂઝિક ચેરમેન અને સીઈઓ Lucian Graingeને ઈન્ફેક્શનના કારણે પણ સારવાર હેઠળ છે.

કોરોના વાયરસના એક પછી એક કેસ નોંધાતા વિશ્વ સ્વાસ્થય સંગઠને તેને વૈશ્વિક મહામારી જાહેર કરી લીધો છે. અને આ જ કારણે દુનિયાના અનેક દેશો વિવિધ પ્રકારના પ્રતિબંધો તેના નાગરિકો પર મૂકી ભીડથી દૂર રહેવાનો આદેશ કર્યો છે. તેની ઝપેટમાં લગભગ સવા લાખ લોકો છે અને 5500થી વધુ લોકોના મોત નિપજ્યા છએ. ત્યાં જ ભારતમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે.