નવી દિલ્હીઃ દિલ્હીના જામિયા વિસ્તારમાં નાગરિકતા કાયદાને લઈને ચાલી રહેલ પ્રદર્શન રવિવારે હિંસક બની ગયું હતું. હિંસક પ્રદર્શન દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા હતા. રવિવારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી અને પ્રદર્શન પણ કરી રહ્યા હતા.

હવે લોકો સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મુદ્દે લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જાવેદ અખ્તરનું ટ્વીટ એક ટ્વીટનું જવાબ હતું, જેમાં તેણે ટેગ કર્યા હતા.



જામિયા હિંસા મામલે એક વ્યક્તિએ પોતાની ટ્વિટમાં જાવેદ અખ્તરને ટેગ કર્યા હતા. જેમાં યુવકે લખ્યું હતું કે "જામિયાના વિદ્યાર્થી તે મીડિયાને પર અટેક કરી રહ્યા છે જે તેમના દ્વારા કરવામાં આવતા શાંતિપૂર્ણ વિરોધનો અરીસો બતાવી રહ્યા હતા. પણ એન્ટી નેશનલ અને સેક્યુલર લોકો તેની ટીકા નહીં કરે. આ શહેર આતંકવાદી છે."

જેનો જવાબ આપતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે લખ્યું કે "લૉ ઓફ લેન્ડ મુજબ, કોઇ પણ સ્થિતિમાં પોલીસ કોઇ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના અધિકારીઓની મંજૂરી વગર ન ઘૂસી શકે. જામિયા કેમ્પસમાં પોલીસે મંજૂરી વગર ઘૂસીને એક તેવું ઉદાહરણ આપ્યું છે. જે દરેક યુનિવર્સિટી માટે ભયજનક છે".



જાવેદ અખ્તરના આ ટ્વિટ પર અનેક લોકો પોલીસની કામગિરી પર સવાલ ઉઠાવી રહ્યા છે તો આઈપીએસ સંદીપ મિત્તલે આ મામલે જાવેદ અખ્તરને ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે, "પ્રિય કાયદાના જાણકાર, મહેરબાની કરીને લૉ ઓફ લેન્ડના આ કાયદાની કલમ અને તેના સેક્શન વિષે વિગતવાર જણાવો તો અમે પણ સારી રીતે સમજી શકીએ"

નોંધનીય છે, નાગરિક સંશોધન કાનૂન વિરુદ્ધ દિલ્હી સિવાય પશ્ચિમ બંગાળ, પટના, બેંગ્લુરુ, ગોવાહાટી, ઉત્તરાખંડ અને અલીગઢમાં પ્રદર્શન અને વિરોધ કાર્યક્રમ ચાલી રહ્યા છે.