Mrs World 2022: મિસિસ વર્લ્ડ 2022-23નો ખિતાબ ભારતે જીત્યો છે. આ રીતે 21 વર્ષ બાદ કોઈ ભારતીય મહિલાએ મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ભારતની સરગમ કૌશલે અમેરિકામાં આયોજિત મિસિસ વર્લ્ડ 2022-23નો ખિતાબ જીત્યો છે. આ ટાઈટલ જીતીને સરગમ કૌશલ ઈમોશનલ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સરગમ કૌશલની આ સિદ્ધિ પર બોલિવૂડના ઘણા સ્ટાર્સે તેને અભિનંદન પાઠવ્યા છે.


મિસિસ વર્લ્ડનો તાજ સરગમ કૌશલના શિરે 


સરગમ કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેણે પિંક કલરનું ગાઉન પહેર્યું છે. પછી જ્યારે મિસિસ વર્લ્ડ 2022-23માં તેના નામની  જાહેરાત થાય છે ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ આવી જાય છે. સરગમ કૌશલને મિસિસ વર્લ્ડ ટાઈટલ જીત્યા બાદ તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પછી તે રેમ્પ પર વોક કરે છે અને લોકોને શુભેચ્છા પાઠવે છે. સરગમ કૌશલની જીતની ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.






 


અદિતિ ગોવિત્રિકરે 2001માં આ ખિતાબ જીત્યો હતો


જણાવી દઈએ કે સરગમ કૌશલ પહેલા વર્ષ 2001માં અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરે આ ખિતાબ જીત્યો હતો. યુ.એસ.માં યોજાયેલી મિસિસ વર્લ્ડ 2022-23 ઇવેન્ટ માટેની જ્યુરી પેનલમાં વિવેક ઓબેરોય, સોહા અલી ખાન, અદિતિ ગોવિત્રીકર અને મોહમ્મદ અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે.


સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી


જણાવી દઈએ કે સરગમ કૌશલે મિસિસ ઈન્ડિયા 2022માં ભાગ લીધો હતો અને ટાઈટલ જીત્યું હતું. તેણે મિસિસ વર્લ્ડ 2022-23માં મિસિસ ઈન્ડિયા તરીકે ભાગ લીધો હતો અને આ ખિતાબ જીત્યો હતો. જમ્મુ-કાશ્મીરની રહેવાસી સરગમ કૌશલ મોડલ હોવાની સાથે ટીચર પણ છે. સરગમ કૌશલના પતિ ભારતીય નેવીમાં છે.